નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પણ સતત વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે. સોમવારે દિલ્હીની રિઠાલા (Rithala)  વિધાનસભામાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા પહોંચેલા કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કઈંક એવું કહી દીધુ કે ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર પાસે રિપોર્ટ માંગી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં અનુરાગ ઠાકુરે સોમવારે પોતાના ભાષણમાં નારા લગાવ્યાં હતાં. જેમાં 'દેશના ગદ્દારોને ગોળી મારો, #$#@ને...' આ નિવેદન બાદ ભાજપના નેતા વિરોધીઓના નિશાના પર આવી ગયાં છે. દિલ્હીની રિઠાલામાં ભાજપના ઉમેદવાર મનીષ ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચ્યા હતાં. 


ભાજપના નેતા અનુરાગ મંચ પરથી જનતાને કહેતા જોવા મળી રહ્યા છે કે 'દેશના ગદ્દારોને...' અને જનસભામાં હાજર લોકો નારાને આગળ વધારતા કહે છે 'ગોળી મારો...' આ દરમિયાન ચૂંટણી પ્રચાર મંચ પર ભાજપના સાંસદ હંસરાજ હંસ સહિતના તમામ નેતાઓ બેઠેલા જોવા મળી રહ્યાં છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...